Thursday, May 2, 2024
કચ્છની સમસ્યાઓ, રાજકીય ગતિવિધિઓ, ઐતિહાસિક વિરાસતો તેમજ લોક વાચાઓ અખબારો કે ટીવી માધ્યમો દ્વારા પ્રકાશિત થતી રહે છે ત્યારે વર્તમાન સમયમાં સોશિઅલ માધ્યમની  ભૂમિકા પણ મહત્વનું ઉત્તરદાયિત્વ નિભાવવા સક્ષમ બની છે. ભૌગોલિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા કચ્છ જિલ્લામાં પણ ઝડપી, સચોટ તેમજ  સત્યતા સભર સોશિઅલ માધ્યમની મહત્વતાને ધ્યાને લઇ ને news4kutch.in ના માધ્યમથી કચ્છ તેમજ કચ્છ બહાર વસતા કચ્છી વાચકો માટે આ પ્રયાસ છે. સમાચાર માધ્યમ સાથે સંકળાયેલા અનુભવી લોકોના સહકારથી આ website આપ સૌ વાચકો માટે સતત કાર્યશીલ રહી  હરીફાઈ ના આ દોર માં બારીકાઇ ને મંત્ર બનાવી અમારી ટીમ સત્ય અને સચોટ સમાચારો આપ સુધી પહોંચાડશે અમારો ધ્યેય કોઈ સાથે હરીફાઈ કરવાનો નથી પરંતુ વર્તમાન ગતિવિધિઓની સાથે સાથે ખૂટતી અને ધ્યાને ન આવતી ખબરો વાચકો સુધી પહોંચાડવાનો છે આપ સૌ વાચકો પણ અમારા સહયોગી બની શકો છો આપના  તરફના સૂચનો આવકાર્ય રહેશે આપની આસપાસ બનતી ઘટનાઓ, સમસ્યાઓ , સામાજિક કે ધાર્મિક ગતિવિધિઓ ને લગતા સમાચારો ને વાચા આપવા અમે કટિબદ્ધ રહીશું પ્રેસનોટ, આમંત્રણ, સમાચારો , તસવીરો, વિડિયો ક્લિપ મોકલવા મેઈલ કરો [email protected], Mob: +917874889933